સંઘર્ષની પાયરી દેખીતી સફળતા કે નિષ્ફળતા પરથી નક્કી કરાય ખરી? કાર રેસમાં પહેલા અને છેલ્લા આવતા સ્પર્ધક વચ્ચે થોડી સેકંડનું અંતર હોય છે,સંઘર્ષનું નહીં.
નદીમાં કે કૂવામાં બાળકો સાથે ઝંપલાવતી વ્યક્તિઓએ ગૃહસંસાર ને બચાવવા ઘણો સંઘર્ષ કર્યા બાદ આવું પગલું લીધું હોય છે
આવા કેટલાય વણદેખ્યા સંઘર્ષ કંઇ કેટલાયના જીવનમાં હોવાના.
-- વર્ષા શાહ
#સંઘર્ષ