લેખ લખવાની આદત તારી સારી નથી,
લેખ બદલાવાની મારી તો ઓકાત નથી,
કૃષ્ણને મલકતા ની એક ઘડી મેં ભાળી નથી,
ભગવાન રામની દશા પણ સારી લાગી નથી,
સત્ય ની પરીક્ષા આમ કંઈ થોડી લેવાતી હશે,
મૃત્યુ પછી એના નામની તકતી થોડી મુકાતી હશે,
આટલી કઠોર તા કોઈ ને વાલી લાગી તો નથી,
શાસ્ત્રોમાં તારી સહી પણ ક્યાંય દેખાતી નથી,
બદલે તો હજી બદલાવી નાખ આ ધારો તારો,
શાહી વગર લખવાની આદત "દવે"ને ગમી નથી,,
"હિરેન દવે"