#પસ્તાવો
પ્રતિક્રમણ...શા માટે???
હા પસ્તાવો, વિપુલ ઝરણુ સ્વર્ગ માંથી
ઉતર્યું, પાપી તેમાં ડૂબકી દઈ ને પુણ્યશાળી
બને છે.... કવિ કલાપી
મનુષ્ય ભવે હાલતાં ચાલતાં જાણતા અજાણતા લાગે બારવ્રત ના અક્ષમ્ય પાપ,
સૂક્ષ્મ મા સૂક્ષ્મ જીવો ને ધ્યાન માં રાખી
બન્યું પાપ કર્મો નું પ્રાયશ્રિચત કરવા માટે પ્રતિક્રમણ
પ્રતિક્રમણ ના પ્રકાર છે પાંચ, જેમાં પર્યુષણ પર્વ માં કરાય સવારે રાઇસી પ્રતિક્રમણ ને સૂર્યાસ્તે કરાય દેવસી પ્રતિક્રમણ
પર્યુષણ ના આખરી આઠમા દિવસે સૂર્યાસ્તે કરાય સૌથી મોટું સંવત્સરી પ્રતિક્રમણ
અઢાર લાખ ચોવીસ હજાર એકસો વીસ જીવાયોની ના જીવો ને હાલતાંચાલતાં જાણતાઅજાણતા ભેદ્યયા કે હણ્યા હોય આશાતના ઉપજાવી હોય તો પ્રતિક્રમણ કરી ને ખમાવાય છે
અહો પ્રભુ અજાણતાં કર્યા છે મેં કેવા કેવા અઘોર પાપ, હે પ્રભુ ક્યારે હું છૂટીશ આવા કર્મો માંથી
થાય આવો દીલ થી પ્રશ્રયાતાપ ત્યારે કર્યું કહેવાય ખરું પ્રતિક્રમણ અને ક્ષય થાય અનંત અનંત બાંધેલ કર્મો નો....
સંવત્સરી પ્રતિક્રમણ કરી કહેવાય નાના મોટા ને બે હાથ જોડી મસ્તક નમાવી
"મિચ્છામિ દુક્કડમ્"
મતલબ પ્રતિક્રમણ કરી આપ સૌને ખરા અંતઃકરણ થી મન વચન કાયા ના યોગ થી કાંઈપણ પ્રકારની ભૂલ થઈ હોય તો ખમાવું છુ...
સાચી માફી માંગી ત્યારે કહેવાય જ્યારે કરેલા કર્મો નો થાય દીલથી અશ્રુભીની આંખે પસ્તાવો
સાચા દિલે માફી માગનાર અને સાચા દિલે માફી આપનાર બન્ને છે મહાન..
માફી માંગવા માં કોઈ ની થતી નથી હાર-જીત.....જીત થાય છે બાંધેલા કર્મો નો ક્ષય કરનાર ની ..
પ્રતિક્રમણ કરવાથી અનંત પાપકર્મ નો થાય વિનાશ અને પુણ્ય ની થાય છે પાપકર્મ ઉપર જીત ...
હિરેન વોરા
તા. 18/08/2020