કાળમીંઢ રાત , કળી એ જોઈ છે,
વિરહી એ ઝાકળ , સમી રડી છે;
છતાંય ખુશ છે ખીલી ઊઠે સવારે,
કુરબાની ખૂદની સમજણ ભળી છે;
ઉકાળેલા હ્દયનું, અમૃત છે સાગરે,
મીઠી વાદળી ધરતી પ્રેમમાં મળી છે;
સીચ્યો રસ ધરામૃત, શેરડી માં મીઠો,
ગોળ સંગ ,ભળતા ,મીઠાઈ ગળી છે;
આનંદ સ્વરૂપ ઝરણું , અંતર ભરપૂર,
શહેનશાહી ,અહંકાર ખોઈ ને ખડી છે;