"ક્યાં જવુ તારે"
જિંદગી તો મોતી છે, એને મૂકી ક્યાં જવું તારે.
કેટલાય તારા પૂર્વ જન્મો ના કર્મો હસે, જેને કારણે તું માણસ બન્યો, એ કર્મો પર પાણી ઢોળી ક્યાં જવું તારે..!
એકલો એકલો ક્યાં ક્યાં ભટકીશ, કેટલા કેટલા પહાડો ખુંદીશ, ભટકી ભટકીને ક્યાં જવું તારે.
જ્યાં છો ત્યાં ખુદ બનાવ ઊંચાઈ તારી, ઉંચા ઉંચા પહાડો ચડીને ઊંચાઈ હાસિલ નથી થતી, ખાલી દેખાય ઊંચું દ્રશ્ય, એ જોઈને ક્યાં જવુ તારે.
સ્વયમ ખુદ પર ભરોસો
હોય તો, ઉંચા ઉંચા પર્વતો પણ જુકી જાય છે, દ્રઢ વિશ્વાસ થી "સ્વયમભુ" દુનિયા પણ જુકી જાય છે, તારા ભરોસા ને રેઢો મૂકી ક્યાં જવું તારે..!
અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"