અજાણ્યું, જાણ્યું થવામાં કેટલો સમય !
બરફને પણ પીગળવામાં કેટલો સમય !
સ્મિત સામે સ્મિત તમે રોજ કરતાં રહ્યાં,
જાત આખી ઉઘાડવામાં કેટલો સમય !
વાતમાં તો આવી જતા એ ભોળપણથી,
પણ વાતથી ફરી જવામાં કેટલો સમય !
આલિંગન અજાણ્યું શાને લાગે છે હવે?
લાગણીઓ નંદવાવામાં કેટલો સમય !
-વિજય રાવલ