Gujarati Quote in Story by CA Aanal Goswami Varma

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પૃથા બહુ મોટી મુશ્કેલી માં હતી ! એને ક્યારેય નોહ્તું વિચાર્યું કે એને જગદીશ આવો દગો કરશે ! લગ્ન નો વાયદો કરી ને આમ અચાનક નાસી જશે ! પૃથા જગદીશ ને ખૂબ ચાહતી હતી અને કોઈ કાળે એના વગર રહી શકે એમ જ નોહતી ! અને જયારે એને ખબર પડી કે પોતે માં બનવાની છે ત્યારે તો એને આપઘાત કરવા સીવાય કોઈ વિકલ્પ ના દેખાયો ! એને રોજ રોજ આજ વિચારો આવતા પણ પોતાના માં બાપુ સામે જોઈ ને અટકી પડતી ! એની આ પરેશાની નિકુંજ થી છુપી ના રહી ! નિકુંજ એનો બાળપણ નો મિત્ર ! એ પૃથા ને ખૂબ ચાહતો ! એના ઘેર માગું પણ મોક્લાવેલું પણ પૃથા એ ના પડી હતી જગદીશ માટે જ તો !
નિકુંજે પૃથા ને ખુબ દબાણ કર્યું એટલે પૃથા એ સાચી વાત કહી દીધી ! એક વાર તો નિકુંજે નક્કી કરી લીધું કે એ બધા ની સામે આ વાત કરી ને પોતાને થયેલા નકાર નો બદલો લઇ લે ! પણ પછી એને વિચાર્યું કે કેટલો વિશ્વસનીય લાગ્યો હશે પૃથા ને એ કે આટલી મોટી વાત કરી એને નિકુંજ ને ! બસ પછી તો શું ? ફરી એક વાર નિકુંજ નું માગું આવ્યું પૃથા માટે અને આ વખતે પૃથા એ ના , ન કહી ! આજે પૃથા અને નિકુંજ એક બાળકી ના માતા પિતા છે ! પૃથા પોતાને ખૂબ નસીબવાન માને છે એક વિશ્વસનીય સાથી મેળવવા બદલ!

#વિશ્વસનીય

Gujarati Story by CA Aanal Goswami Varma : 111562929
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now