આ મને તેં સાવ ખાલી ખોટું અનુસર્યા બરાબર.
હું કહું ને તું કરે, એ કામ ના કર્યા બરાબર.
ફૂલ આપ્યા હોય તો ખોટું નથી એમાં જરાયે,
એ તો એવું છે થયું, એની એને ધર્યા બરાબર!
ના જવું છે ક્યાંય, તારો સાથ છોડીને સુરજ હો!
કે તમે ફર્યા અમે એમાં જ તો ફર્યા બરાબર.
એક એક કરીને ઈચ્છાઓ મથે છે, સમણું જોવા,
લાગણીઓ છે વિના કો પાનખર, ખર્યા બરાબર.
વાત મારી માનવી નહિ, એવું કરવું વાજબી નહિ,
આ દનાદર સાવ અનર્થ, અક્ષનાં મર્યા બરાબર.