શબ્દોને મેં જોયા છે
તલવારથી પણ વધુ ધારદાર
કાંટાથી વધુ અણીયારા
પથ્થરથી વધુ કઠોર વાગતા
શબ્દોને મેં જોયા છે
મરચાથી પણ વધુ તીખા
મધથી પણ વધુ મીઠાં
ઝેરથી પણ વધુ કડવા લાગતા
શબ્દો મેં જોયા છે
કાળજાના કટકા કરતા
હૈયાને વીંધી નાખત
હૃદયની આરપાર થઇ જતા
શબ્દો મેં જોયા છે
ધારે તો સર્જન
ન ધારે તો વિનાશ
અને...
ઘણીવાર નિઃશબ્દ થઇ જતા
શબ્દોને મેં જોયા છે
-હીના પટેલ