બસ આટલું હોય
ઢળતો સૂરજ હોય
મિત્રોની મહેફિલ જામી હોય
ચાની ચૂસકી લેવાતી હોય
નાશ્તાની મિજબાની હોય
જૂની યાદો વાગોળાતી હોય
હાસ્ય રેલાતું હોય
દરિયા કિનારાની શાંતિ હોય
મનગમતો સાથ હોય
ઠંડી લહેરો હોય
પવનોના સુસવાટા હોય
હાથમાં હાથ હોય
હૂંફાળો સ્પર્શ હોય
અંધારી રાત હોય
અગાસીનું એકાંત હોય
ટાઢો વાયરો હોય
ટમટમતા તારલાઓ હોય
ચાંદની રાત હોય
અને...
પોતાની જાત સાથે વાતો હોય
-હીના પટેલ