...ને હું રહી ગયો
કુદરતે જીવવા માટે જન્મ આપ્યો ને હું રોવામાં જ રહી ગયો
બાળપણ મન ભરીને રમવા માટે આપ્યું ને હું રિસાવામાં રહી ગયો
જવાની પ્રેમ કરવા માટે આપી ને હું નફરત કરવામાં રહી ગયો
જીંદગીની પળો માણવા માટે મળીને હું ગણતરી કરતો રહી ગયો
લાગણીઓને નેવે મૂકીને હું ખાલી સંબંધો નિભાવતો રહી ગયો
જોતજોતામાં જીવન ર્ખચાઇ ગયુ ને હું હાથ ઘસતો રહી ગયો
મળેલુ જીવન જીવવાને બદલે હું ફકત શ્વાસ લેતો રહી ગયો
ઘડપણમાં જીવનની છેલ્લી ઘડી આવી ગઇને હું જોતો રહી ગયો
-હીના પટેલ