તું આટલો નિષ્ઠુર ના હોઈ શકે, મારાં કોમળ હૃદયના કન્હાઇ ;
રાધિકા વેઠી રહી છે તુજ વિન, વૃન્દાવન માં લાંબી જુદાઇ
પ્રીત ની આવી કેવી અનોખી રીત; શા કાજ આં તન્હાઈ !
હતો તું નટખટ, જોતા આવિયા છિયે અમે તારી ચતુરાઇ;
સતાવતો અમને, તદપાવતો હતો અમને તું, ઓ પ્રિય કન્હાઇ
પણ તું હતો નહી આવો કઠોર, તો કેમ બની ગયો હરજાઈ?
શું રાજા થયાં પછી ગોપ ગોપિયો તારાં રહ્યાં નથી કોઇ?
રાધા મુરલીની ધૂન સાંભળતા, ખોતી સુધ્બુદ્ધ, જતી તારી તરફ તણાઇ
તારી, એની જોડે એક સુંદર, અનોખી પ્રેમ ગાથા હતી વણાઇ
તારી જોડે રાસ રમવા એ સદા રહતી આતુર, પુકારતી તને તાણ ગાઈ
તારું રાજ પાટ છોડી, મોહ માયા છોડી ચાલ્યો આવ ઓ કન્હાઇ.
તારી વિરહમાં આંસુ વહાવે બધા, પણ જમુનાજી ગયાં છે સુકાઇ.
કાન્હાં, ઓ કેશવ, આવી જા હવે , ક્યાં બેઠો છે છુપાઇ?
Armin Dutia Motashaw.