ચાણક્ય તક્ષશિલા વિદ્યાલયમાં આચાર્ય હતાં , રાજા ધનનંદ દ્વારા થયેલ અપમાન અને પ્રજા માં ફેલાયેલા રોષ ને કારણે તેમણે પ્રતિજ્ઞા લીધી કે ધનનંદ નું શાસન જડમુળથી ઉખાડી ન લેવાય ત્યાં સુધી શિખા નહીં બાન્ધે.
ત્યારબાદ એક સામાન્ય યુવક ને રાજા ની સેના માં ભરતી કર્યો અને કુટનિતી દ્વારા ધનનંદ ને હરાવ્યા. એ જ યુવક એટલે કે સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય એ આગળ વધી મૌર્ય વંશ નો પાયો નાખ્યો અને છેક આજના અફઘાનિસ્તાન સુધી સામ્રાજ્ય ફેલાવ્યું.