Gujarati Quote in Sorry by Tr. Mrs. Snehal Jani

Sorry quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજે શિક્ષકદિન. પહેલાનાં સમયમાં આજનાં દિવસે શિક્ષકો આરામ કરતાં અને વિદ્યાર્થીઓ શિક્ષક બની પોતાના જ મિત્રોને ભણાવતા. પહેલાનો શિક્ષક કોઈ પણ જાતની સુવિધા વગર પણ ઉચ્ચ શિક્ષણ આપવા માટે સક્ષમ હતો. આજનો શિક્ષક પણ ઉચ્ચ શિક્ષણ આપવાની ભાવના તો ધરાવે જ છે પરંતુ વધુ પડતાં વધારાનાં કામને કારણે એને આરામ કરવાનો સમય જ નથી મળતો. જેને કારણે એની ગુણવત્તામાં ઘટાડો જોવા મળ્યો છે. ક્યારેક વધુ પડતી આવડતને કારણે શિક્ષકે વધારાનાં કામ માટે પણ સમય કાઢવો પડે છે જે તેનાં આરામનાં સમયનો ભોગ લઈ લે છે.
આજે આ લોક ડાઉનનાં સમયમાં જ્યારે ઓનલાઈન શિક્ષણનો વિરોધ થાય છે ત્યારે બધા એ જ જુએ છે કે બાળકની આંખોને આરામ નથી મળતો, બાળકનો રમવાનો સમય બધુ લખવામાં જ પૂરો થઈ જાય છે વગેરે વગેરે. શું કોઈએ એ વિચાર્યું કે એક શિક્ષક આ સમયમાં કેટલો આરામ કરી શકે છે? પહેલાં તો શિક્ષક પોતાના વર્ગમાં જ બૉર્ડ પર લખીને વિદ્યાર્થીઓને એ જોઈને લખી લેવા કહેતો હતો. હવે એવું નથી. હવે શિક્ષકે ઓન લાઈન ભણાવવું પડે છે, પોતાના આરામ કરવાનાં સમયમાં વિદ્યાર્થીઓ માટે નોંધ તૈયાર કરી એને વિદ્યાર્થીઓને પહોંચાડવાની હોય છે. એક જ શિક્ષક જે વર્ગખંડમાં એક જ સમયે સમજાવવાનું, લખાવવાનું અને કંઈક મુશ્કેલી હોય તો ત્યાં જ સમજાવી દેવાનું કામ કરતો હતો જેની સામે હવે એણે પહેલા ભણાવવાનું, પછી પોતાનાં આરામ કરવાનાં સમયમાં લખવાનું અને તે છતાં પણ જો વિદ્યાર્થીઓને કંઈક મુશ્કેલી ઊભી થાય તો ગમે ત્યારે આવતાં એમનાં ફોનનો જવાબ આપવાનો હોય છે. ક્યાં છે શિક્ષક માટે આરામ? શું આ બાબતની શિક્ષકના સ્વાસ્થ્ય પર અસર થતી ન હોય?
માન્યું કે વિદ્યાર્થીઓને આ રીતે ભણવાની તકલીફ પડે છે, એઓ આરામનો અનુભવ નથી કરી શકતાં, પણ સામે શિક્ષકની પણ તો એ જ દશા છે. એને તો આરામ પણ નથી મળતો અને કરેલ કામનો યશ પણ નથી મળતો. અને જો સ્ત્રી શિક્ષક હોય તો ઘર, બાળક અને ઓન લાઈન ક્લાસ બધું જ જોવાનું હોય. આજનો શિક્ષક આરામ કરવા મળે એવું વિચારી શકતો નથી.
આવા સમયે પરસ્પર સમજીને કામ લઈએ તો વધુ સરળતાથી કામ કરી શકીએ.
#આરામ

Gujarati Sorry by Tr. Mrs. Snehal Jani : 111561836
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now