#અમસતી_વિચારધારા_Post_2
#નથી_રહેવાનો_માણસ_કોઈનો ,
#તે_ફ્રીમાં_અપાતા_જ્ઞાનના_પણ_લાખો_રૂપિયા_લેવાનો !
•મિત્રો,આજે શિક્ષક દિવસ છે એટલે કે ડો,રાધાકૃષ્ણ સર્વપલ્લીનો જન્મદિવસ.ક્યારેય તમને વિચાર આવ્યો કે તેમના જન્મદિવસને જ કેમ શિક્ષક દિન તરીકે ઊજવવામાં આવે છે?તેમની શિક્ષા પ્રત્યેની જે ખેવના હતી તે આજે શિક્ષાના ક્ષેત્રમાં અમર થઈ ચૂકી છે અને તેથી જ આજના દિવસને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે.તેની શિક્ષણ પ્રત્યેની ખેવના સિવાય તે આપણા દેશના રાષ્ટ્રપતિ પણ રહી ચૂક્યા છે,માટે આજનો દિવસ શિક્ષાના ક્ષેત્રમાં પવિત્ર માનવામાં આવે છે.
•શિક્ષક એટલે શું?ખરેખર તો કહેવાય છે કે,"એક માઁ સો શિક્ષકની ગરજ સારે છે!"પણ માતા-પિતાને શિક્ષણ વિશે જ્ઞાન ન હોવાથી તે પોતાના બાળકોને સારા શિક્ષણ માટે સારી સારી સ્કૂલોમાં ભણવા માટે મોકલે છે.આ જ વસ્તુ પહેલાનાં જમાનામાં કોઈ ગુરુના આશ્રમમાં થતી હતી તે પણ કોઈ પણ પ્રકારની ફી કે પૈસા લીધા વિના અને તે જ વસ્તુ આજે સ્કૂલો દ્વારા હજારો-લાખોની ફી લઈને કરવામાં આવે છે.
•પહેલાં શિક્ષકો બધા માન-મયાઁદાવાળા હતા માટે તેમને ગુરુનું સ્થાન આપવામાં આવતું અને અત્યારે?તેનું કારણ એક જ છે કે અત્યારે શિક્ષા એટલે કે માઁ સરસ્વતીના સ્વરૂપને લોકોએ પોતાનો ધંધો બનાવીને કમાવવાનું સાધન બનાવી લીધું છે.
•તેવું નથી આજના સમયે ઘણી સરકારી શાળાઓમાં આ પ્રથા ચાલું રાખીને બાળકોને ફ્રીમાં શિક્ષા આપવામાં આવે છે પણ એક દેખાદેખીમાં લોકો પોતાના બાળકો સારું ભણીને કંઈક કરે તે આશામાં હજારો રૂપિયા આવા શિક્ષાના નામે ધંધો ચલાવતાં ધંધાદારીઓ પાસે વેડફે છે અને છેવટે તેનો જ દિકરો કે દિકરી આપણા સમાજ માટે કલંક બને છે તો પછી આવા પૈસા વેડફવાનો અને આવી શિક્ષા આપવાનો મતલબ શું?
•અત્યારે બધાને પોતાના બાળકો અંગ્રેજી બોલે,ભણે અને અંગ્રેજી પ્રથાવાળું કામ કરે તેવા જ જોઈએ છે,પણ આનાથી વિશેષ જરૂર છે કે આપણા બાળકોને આપણી સંસ્કૃતિ વિશેના જ્ઞાન આપવે નહિ કે ફક્ત અંગ્રેજી ભણતર અપાવીને સારી નોકરી કરે.
•માનીએ છીએ કે,આજના ટેકનોલોજીના યુગમાં થોડું અંગ્રજી પણ આવડવું જરૂરી છે,પરંતુ તેની આડમાં આંધળા બનીને આપણી સરસ્વતી માતાને અને સંસ્કૃતિને વિલુપ્ત કરીને તેના નામે ધંધા કરવાનું નહિ.અેક ટ્રેન્ડ ચાલે આજના દરેક માતા-પિતાઓમાં કે,મારો દિકરો કે દિકરી સારી સ્કૂલમાં હોવા જોઈએ,તેનો સ્કૂલમાં નંબર આવવો જોઈએ,તે અંગ્રેજી બોલવો જોઈએ વગેરે વગેરે,પણ મિત્રો આ જ દિકરો કે દિકરીને જ્યારે પૂછવામાં આવે ને કે, સરસ્વતી માતાની ઉત્પતિ શા માટે અને ક્યારે થઈ હતી તો તેનો જવાબ હું સો ટકાના ગેરંટી આપું છું કે તે નહિ જ આપી શકે.જે જ્ઞાન તેને અપાવ્યું તે જ જ્ઞાન અને શિક્ષાની દેવી વિશે તેને કંઈ ખબર ન હોય તો તે જ્ઞાન અને શિક્ષા મારી નજરમાં તો શૂન્ય બરાબર છે.
•આજે શિક્ષાનો ધંધો ચલાવતી સ્કૂલોમાં પણ હરિફાઈઓ જોવા મળશે અને તે હરિફાઈ શિક્ષણ વેચવાની નહિ પણ પોતાના સ્કૂલનો ધંધો ફેલાવવાની વૃતિથી થતી હશે.
•માટે માઁ સરસ્વતીના નામે ધંધો બંધ કરીને ફક્ત શિક્ષા આપવાના ઊદે્શથી છોકરાઓને શિક્ષણ અપાવશે તો સરસ્વતી માતા પ્રસન્ન થશે.
•મારી તમામ માતા-પિતાઓને પણ નમ્ર વિનંતી છે કે તમે બીજાની બાળકોની દેખાદેખીમાં આજના ધંધાદારી શિક્ષણમાં તમારા બાળકોને મોંઘવારીવાળું ભણતર ન અપાવો કેમકે જો વિચાર અને વાણીમાં સરસ્વતી માતા જોઈતા હશે તો આ કરવું જ પડશે,નહિતર તમારા બાળકો જ્ઞાન વિનાનું શિક્ષણ મેળવીને ફક્ત અંગ્રેજી જ બોલતાં રહેશે.
• મિત્રો,એવું નથી કે સરકારી સ્કૂલોમાં ખરાબ શિક્ષણ આપવામાં આવે છે કેમ કે મે પોતે પણ મારા જીવનનું ભણતર આવી જ સરકારી સ્કૂલમાં મેળવ્યું છે તે પણ પ્રાઈવેટ સ્કૂલના ટકાવારી જેવું જ.
-જયરાજસિંહ ચાવડા