સહજ નથી !
હા, હું સહજ નથી
તારો અહેસાસ ચોતરફ છે...
આ ગ્રીષ્મની બપોરી લૂ માં,
ને વરસાદની ઢળતી સાંજમાં
આસપાસ ફેલાયેલી નિર્જીવતામાં
જાણે વિખેરાઈ ગયેલી,
ક્ષણો છું હું...
હું નાશવંત છું,
અને
નવપલ્લવિત પણ !
તું ભલે રહે નિરાકાર
પણ, તારો ભય આકારિત
થઈ ઊઠે છે,
અમારી આંખોમાં
...અને તેથી જ
હું સહજ નથી...
સહેજે સહજ નથી !
~ઉમા પરમાર ❤️