ભાવના ના ભૂખ્યા, બધા સંબંધ હોય છે,
લાગણીના તાંતણે,બધા અકબંધ હોય છે;
કોઈ કોઈ નું સગુ નથી, સ્વાર્થ વ્યાપી રહ્યો,
નિ: સ્વાર્થમાં જીવે ત્યાગની સુગંધ હોય છે;
છોડી ઈચ્છા મનથી , સંકલ્પ ત્યાગી ના શકે,
તૃષ્ણા માં જીવન ,જીવવાના પ્રબંધ હોય છે;
મન માન્યું જીવવું, આદત પડી ગઈ જીવ ને,
સંયમ ના પાઠ ભણવા, મન નિર્બંધ હોય છે;
આનંદ ની ચાહત છે, રંગતરંગ ને મોજમસ્તી,
પ્રેમ સ્વરૂપે આચરણ , જીવન નિબંધ હોય છે;
===={}====={}===={}====