મૃગજળ છે, વિરહી પળો માં ને,
મોતી જેવા અશ્રુઓ,તૂટીને સર્યા;
તૃષ્ણા અમારી ખરે, જગ રણમાં;
સ્વપ્ન માં આમ ,માયા માંહી ફર્યા;
વહ્યા પૂર , આંખો માં,સ્નેહ પળમાં
તૂટે ક્ષણમાં જ, ભાવ એવા ખર્યા;
અદબ વાળીને જોયું, અંતરતમ ,
ઝળહળ જ્યોતિ સ્વરૂપ જેવા કર્યા;
આનંદ ગજબ કહાની, અલક મલક,
પ્રેમ સ્વરૂપ ચૈતન્ય, ચેતના એ ધર્યાં;