એવું થશે જતાં જતાં કે ગમ નહીં રહે,
માણસ મઝાનો એ અહીં કાયમ નહીં રહે.
ખીલે સવારમાં ફૂલો એ રાતે મૂરઝાય,
એમાં સુગંધ રહેશે પણ મુલાયમ નહીં રહે.
સુખચેનની વસંત બારેમાસ આવશે,
તો દુ:ખનીય કોઇપણ મોસમ નહીં રહે.
એકજ સવાલમાં કરાવું વાત હું શરૂ,
એના જવાબ જાણું છું કમ નહી રહે.
ઘડ વર્તમાન તારી બુદ્ધિની સહાયથી,
તે જોઇ છે પછી એવી આલમ નહીં રહે.
થાશે યુવાન પ્રેમ ધડપણમાં તને કદી,
છૂપાવજે નહી તો મારો દમ નહીં રહે.
એને કરી જે વાત એ સાચ્ચી જ હોય છે,
મારા વગર ઘડીક પણ '((નામ નથી લખવુ))' નહીં રહે.