શબ્દોની છે હેરા ફેરી ફર્યો રાજા,
તૃષ્ણા ને કારણે અહીં ટર્યો રાજા;
જોને ઉભા કરે છે કેવા કારણ તું,
કાર્યો ને કારણે , કેવો ડર્યો રાજા,
આકાંક્ષા ઉંડી, સંઘરી છે કેવી ત્યાં,
જીવંત ઊર્મિમાં જકડી મર્યો રાજા;
હોવાં નું એ રંડાયા પછી ડહાપણ જો,
ઘરથી કબર ,સુધી સફર ફર્યો રાજા;
આનંદ છે સહજ સ્વભાવ આત્માનો,
ચૈતન્ય ને ભૂલી તું , દુઃખી ઠર્યો રાજા.
=======================