ગઝલિયત માં યાર થોડોક પ્રેમ,રાખ ને,
શબ્દો માં શેરિયત , ધીમે થી નિખાર ને;
મત્લાનુ સૌંદર્ય છે, ઉગતા સૂર્ય જેવું ને,
મક્તા માં ચંદ્ર જેવી, શીતળતા વાર ને ;
ફાફિયાની ખીલે કળીઓ , રંગબિરંગી,
રદીફ ના સૌંદર્ય થી ,બરાબર નિખાર ને,
લાલિત્ય પૂર્ણ ગેય , સ્વરૂપે ગતિશીલ
મારિફત આનંદમય , રૂહાની ને જાપ ને
ગેયતા સ્વરૂપે, મૌસિકી જરા રાખીને,
શેરીયત રૂહાની ,આનંદ માં આલપ ને;