છળકપટ તમે વટથી છોડો;
દિલને દિલથી જ તમે જોડો;
નપાવટ ને કટુતા તમે છોડો;
પતાવટને પ્રેમથી તમે જોડો;
મિલાવટ ને મલિનતા છોડો;
પટુતાને પવિત્રતાથી જોડો;
દુષ્ટતા ને દુશ્મનાવટ તમે છોડો;
સજ્જનતાને સભ્યતાથી જોડો;
શત્રુતા ને શેતાનિયત તમે છોડો;
ઔદાર્યથી જ ઉદારતાને જોડો;
લુચ્ચાઈ ને લંપટતા તમે છોડો;
મૈત્રીને માનવતાથી જાત જોડો;
નફાખોરી ને નફફટાઈ છોડો;
સૌહાર્દ ને સખાવતથી જોડો;
દુર્ગુણોથી માનવજાત ન બોડો;
સદગુણોનો સાથ ન કદી છોડો;
દિલદાર બનવાની દોટે તમે દોડો;
પોતે જ સદા જીતવાની જીદ છોડો...!—વિજય બારોટ ,સુરત
#છોડો