Quotes by Vijaykumar Rohitkumar Barot in Bitesapp read free

Vijaykumar Rohitkumar Barot

Vijaykumar Rohitkumar Barot

@vrbarot67gmail.com3400


હાઈકાની હેટ્રિક
૧)શ્વસનીય તો
સજીવ પણ કોણ
વિશ્વસનીય ??

૨)માનનીય તો
સૌ સાધુસંતો કોણ
વિશ્વસનીય ??

૩) પુજનીય જ
માત્ર સત્યવચની
વિશ્વસનીય..! — વિજય બારોટ

Read More

ઝઘડાને કિલનબોલ્ડ કરતી હેટ્રિક ત્રણ દડા સમાન હાઈકુ-રચના
૧.આવો ચાલોને,
આ ઝઘડાના મૂળ,
જ ઉખેડીએ !
૨.સંપે જ સહુ,
પ્રેમભાવે રહીએ,
જગત સ્વર્ગે !
૩. માનવ મને,
ઝઘડાને વગડે,
જ વળાવીએ ...! — વિજય બારોટ
#ઝઘડો

Read More

ઝઘડો જ માનવ માનવને કરે છે એકમેકથી વેગળો ;
વેરઝેરના વિષમય નીરે માનવમનનો ભરે છે એ ઘડો ,
ઝઘડો જ જાલિમ છે જે તનથી બનાવે માનવને દૂબળો ;
જગે જનજનને જ મનથી સમજાવો કે દુર કરે એ ઝઘડો ,
ઝઘડો જ જો જનહ્રદયેથી નીકળે તો માનવ બને સબળો !!
-વિજય બારોટ

Read More

વાચકો,વાત મારી ય એક તમે જરા સાંભળો !
ઝઘડો સ્વભાવે જ માનવમનને કરે છે પાંગળો,
માનવને જ્ઞાન -ભાન ચક્ષુએ જ કરે એ આંધળો,
ઝઘડાએ બદનામ તો ખાલી જ છે નિર્દોષ કાગડો,
નથી જોયો તને શ્યામલ ઝઘડતો કદી ય કાગડો,
મને શ્વેત ને જબાને કા...કા...કરતો બોલે બાપડો,
માનવ તો ઝઘડાળુ મનથી જ છે કંકાસી બોબડો,
નાની ને નકામી વાતે વાતે જ ઉભો કરે છે બખેડો,
ઝઘડાના ઝેરને માનવીય મનહ્રદયેથી ત્વરિત કાઢો...!
ધીરજ ધૈર્યનો ઓઢાડો ઝઘડાળુ તનમનને ધાબળો...!!

ઝઘડો જ



#ઝઘડો

Read More

ઝઘડો જ આ જમાને છે તગડો,
ઝઘડો જ બને બહાદુર ‘બેગડો’,
નબરો જ આ જમાને છે સબળો,
ચાંપલો જ હર પૈમાને બને ફાંકડો,
મારકણો જ પામે છે લાભ બમણો,
ઝઘડો બધે જ કરે નકામો બખેડો,
વિકાસકામોમાં નાંખે એ જ રોડો ,
ઝઘડાને જ બોચીએથી સૌ પકડો,
ઝઘડાને જ માનવજીવનેથી તગેડો;
ઝઘડાને જ જળમૂળે-ખૂણેથી કાઢો...!! —- વિજય બારોટ,

#ઝઘડો

Read More

છળકપટ તમે વટથી છોડો;
દિલને દિલથી જ તમે જોડો;
નપાવટ ને કટુતા તમે છોડો;
પતાવટને પ્રેમથી તમે જોડો;
મિલાવટ ને મલિનતા છોડો;
પટુતાને પવિત્રતાથી જોડો;
દુષ્ટતા ને દુશ્મનાવટ તમે છોડો;
સજ્જનતાને સભ્યતાથી જોડો;
શત્રુતા ને શેતાનિયત તમે છોડો;
ઔદાર્યથી જ ઉદારતાને જોડો;
લુચ્ચાઈ ને લંપટતા તમે છોડો;
મૈત્રીને માનવતાથી જાત જોડો;
નફાખોરી ને નફફટાઈ છોડો;
સૌહાર્દ ને સખાવતથી જોડો;
દુર્ગુણોથી માનવજાત ન બોડો;
સદગુણોનો સાથ ન કદી છોડો;
દિલદાર બનવાની દોટે તમે દોડો;
પોતે જ સદા જીતવાની જીદ છોડો...!—વિજય બારોટ ,સુરત

#છોડો

Read More