શાંત પાણીમાં પત્થર ફેંકવો જાણે કે...
સ્થિતપ્રજ્ઞતાનાં છદમાવરણમાંથી,
સંપૂર્ણ જાગૃતાવસ્થામાં આવી ટટ્ટાર થતો માંહ્યલો...
વ્યક્તિત્વ જો વિચારશીલ અને પાણીદાર હોય તો
પત્થરથી શાંત પાણીમાં આકાર લેતાં વમળ એટલે
"મન-મગજને પડતી ક્ષણિક ખલેલથી થતું,
હચમચાવી નાંખતાં સર્જનશીલ વિચારોનું સ્પંદન !"
- પંકિલ દેસાઈ