બદલાતા બંધન ક્યાં સુધી ટકાવી રાખવા, રંગ બદલતા માણસ ક્યાં સુધી સાચવી રાખવા..!
અટપટું જીવન અટપટા વેહવાર.. ક્યાં સુધી રાખવા, સબંધ ને આટાપાટામાં ક્યાં સુધી ગુચવાવી રાખવા,
કંઇક તો ચોખું હોવું જોઈએ જીવન, સાવ ડોળા પાણી જેવા જીવન, ક્યાં સુધી રાખવા..!
ઘડીક માં બદલે પોતાનો સ્વભાવ, એવા માણસ સાથે મિત્રતા ના સબંધ ક્યાં સુધી રાખવા..!
"સ્વયમભુ" આં રંગ બદલતી દુનિયામાં સાચા રંગ ક્યાં સુધી ટકાવી રાખવા, જ્યા કિંમત નથી તમારા કામની એ જગ્યા પર સબંધ ની આડમાં વેહવાર ક્યાં સુધી રાખવા..!
અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"