ઓ વક્ષુરે વક્ષુરાન , ઓ ઝરથુશ્ત્ર મહાન;
આપીએ અમે તમને, દિલોજાન થી સનમાન.
ઝર્થોસ્તી ધરમ માટે, સદા વધતું રહે અમારુ માન.
પુજન્ય ગણે તમને સૃસ્ટિ સારી, અને કુળ જહાન.
ભટકી રહ્યાં છે બાળક તારાં , રસ્તો દેખાડ, પકડી કાન
અવળે માર્ગે જઈ રહ્યા છે, આં તારા પ્યારા સંતાન.
દીન છે સંકટ મા, વિપદા છે ભારી; સક્રીય છે અહરેમાન
રાહ બતાવ, આંગળી ચીંધી, ઓ પૈગામબર મહાન
કરું અરજ કર જોડી, વધાર દીન ની આન બાન શાન.
Armin Dutia Motashaw