Gujarati Quote in Religious by Bhumika Vyas

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*गणपति बाप्पा मोरया, पुढच्या वर्षी लवकर या*
હમણાં જ ગયાં એ. પાણીમાં.... ઘરે આવીને તોરણો ઉતાર્યા. જેનાં પર એ બેઠેલાં એ બાજઠ ઉઠાવ્યું ત્યારે એની નીચેથી એક ચિઠ્ઠી મળી. એમણે લખી હતી. એમણે લખેલું,

પ્રિય....

જે ધૂમધામ સાથે હું આવ્યો હતો .... એનાં કરતા વધારે ભવ્યતા અને ધામધૂમ સાથે જઇ રહ્યો છું. જીવનમાં આગમન જેટલું શાનદાર હોય એનાં કરતા પણ વધારે ભવ્ય વિદાય હોવી જોઇએ. હું અ-તિથિ નથી. મારી તો આવવાની અને જવાની બેઉ તિથિ નક્કી હોય છે. જે ઘરમાં જાઉં ત્યાંનો થઇને રહું છું.
મારે તમને એક વાત કહેવી છે- સર્જનને જેવી રીતે સ્વીકારો છો-એવી રીતે જ વિસર્જનને પણ સ્વીકારતા શીખો. કશું ય આજીવન સાથે નથી રહેવાનું. ક્યારેક ને ક્યારેક એને વહાવી દેવાનું છે-ડૂબાડી દેવાનું છે હાથે કરીને....

હું આવતા વર્ષે ફરી આવીશ...જુદા રંગ સાથે, જુદા કદ સાથે....યાદ રાખજો...તમને ગમતી પળો પણ મારી જેમ જ આવશે અને નિર્ધારિત સમય બાદ તમારે જ એને હાથે કરીને ડૂબાડી દેવી પડશે. નષ્ટ કરી નાંખવી પડશે. જીંદગી એક ચક્ર છે પૂરું થશે જ. ડૂબાડશો તો કંઇક ફરી ઉગશે....નવું ઉગાડશો તો ફરી વિસર્જિત તો કરવું જ પડશે....પણ એકવાત હંમેશા યાદ રાખજો કશું ક્યારેય સનાતન રહેતું નથી એટલે વિદાય આગમન કરતા પણ ભવ્ય હોવી જોઇએ....ન ગમતી પળો પણ આવી જ રીતે વિસર્જિત થઇ જશે અને નવી પળો સર્જાશે....

ગણપતિનો આ પત્ર મને મારા ઘરે એમનાં બાજઠ નીચેથી મળ્યો છે. જોઇ લે જો તમારે ત્યાંથી પણ આવો એકાદ પત્ર મળી આવે !!!

Gujarati Religious by Bhumika Vyas : 111558116
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now