પુરી બુક માંથી પસાર થયો...
બક્ષીબાબુનું લખાણ હોઈ એટલે મારા જેવાનું લેવલ નથી કે બુક વિશેનો રિવ્યુ લખી શકે....
"સુર્ખ-આબ" પામીરની તળેટીમાં આવેલ એક તળાવનું નામ છે. જેનો અર્થ થાય છે "લાલ પાણી" એટલે કે રક્તનો પ્રવાહ પણ કહી શકાય.
બૂકની શરૂઆત યુરોપના વેનીશથી હિન્દુસ્તાન આવવા માટે નીકળેલા બે ફિરંગી શર્મન અને આંત્વા અને સાથે રખીમજાન જે પામીરનો રહેવાસી હતો, એ લોકો બરફની ઉત્તુંગ ભયાનક ગીરીમાળા પાર કરી રહ્યા હતા...
સિકંદરના સમયમાં સિકંદર પામીર થઇ ને ભારતમાં પ્રવેશ્યો હતો એમ કહેવાય છે. પામીરની રાણીને સિકંદરે એક લૉકેટ પામીરની આઝાદીના નિશાન રૂપે આપેલું. પામીરને ગુલામ કરવા ચીનને આક્રમણ કર્યું અને પામીરની રાણીના સૂચન થી બધા લોકોએ પોતાની સંપત્તિ જમીનમાં દાટી દીધી અને તમામ જીવ તળાવમાં કૂદી પડ્યા.
આ ત્રણે સુર્ખ-આબના કિનારે ખોદકામ કરી સોનું શોધવા લાગ્યા, એક સોનામહોર ભરેલો ઘડો મળ્યો, આંત્વાને રખીમજાન ને ગોળી મારી એના મગજના ફુરચા કરી નાખ્યા. ત્યાંથી શર્મન અને આંત્વા આગળ વધ્યા, ગિરિમાળા પાર કરી લાંબા મેદાનોમાં પ્રવેશ કર્યો, સોનામહોરના ઘોડા ખરીદ્યા, એ ઘોડા એક પાદશાહને વહેંચ્યા, ત્યાંથી એક કાફલા સાથે એ પયાગપુર તરફ નીકળ્યા, કાફલામાં છુપાયેલા ઠગોએ બધા લોકોને મારી નાખ્યા એવું લાગ્યું, શર્મન ને થયું આંત્વાને પણ મારી નાખ્યો લાગે છે? ત્યાંથી શર્મન આગળ વધ્યો...
પુરી બુક રોમાન્સ ઉતપન્ન કરાવે એવી છે. એક સતી થતી સ્ત્રી ના ત્રણ ત્રણ જન્મ, નાની વાત કે દોષ માટે મોત ની સજા આપતા નવાબો, ખંજરની ધાર પર પોતાની સત્તા કાયમ રાખતા રાજાઓ જે નૃત્ય, મદિરા અને સ્ત્રીમાં લિપ્ત રહેતા. એક સ્ત્રી જે પુરુષોને પોતાની પ્રેમજાળમાં ફસાવી એનો ઉપયોગ થયા પછી સુરંગી કિલ્લામાં ધકેલી દર્દનાક મોત આપતી.
હિન્દુસ્તાનની છાતી પર યુરોપિયનના પગ પડી ગયા હતા. કંપની રાજ આવવાની શરૂઆત થતી, અને ઘણા ક્ષેત્રોમાં આવી ગયું હતું. પ્રદેશ પૂરો થાય અને બીજા પ્રદેશમાં પગ રાખતા એક અલગ દુનિયાની શરૂઆત થાય. પાક સારો આવે એ માટે બાળકોની ચડાવવામાં આવતી બલી, એના શુદ્ધ રક્તને પાક પર છાંટવામાં આવતું, લાશને નદી કિનારે ઝાડ પર લટકતી છોડી દેવામાં આવતી જેથી એના રક્તના ટીપાં નદીમાં પડે અને બધું પાણી પવિત્ર થઈ જાય.
યુરોપથી આવેલ નિન્મ જાતિની સ્ત્રીઓ હિન્દમાં રહેલા જાતિવાદ પર ચર્ચા કરતી કરતી હતી. યુરોપમાં જેમને પગના તળિયા નીચે કૂચડી દેવામાં આવે છે એવી સ્ત્રીઓ હિંદમાં મેમસાહેબ તરીકેનું બિરુદ પામી જતી. રોજ રોજ પોતાને વ્યસ્ત રાખવા માટે મિટિંગ અને પાર્ટી કરી પોતાનો સમય પસાર કરતી.
આ બુકમાં બક્ષી અઢારમી સદીના સૂર્યદયની સાથે મધ્યકાળમાં જીવતી પ્રજા અને એની રિયાસ્ત, અંગ્રેજી જીવનનો પ્રવાસ કરાવે છે. બક્ષી આપણને બતાવે છે, આ જગ્યા , એ જગ્યા પરના લોકો, એમની વ્યવસ્થા, એમની શ્રદ્ધા, એમનું જીવનધોર. તમામ બાબતની ખૂબ ચીવટથી માહિતી આપી માહિતગાર કરે છે...
તમારી આસપાસના પુસ્તકાલયમાં કદાચ આ પુસ્તક હોઈ તો એકવાર વાંચજો...
મનોજ સંતોકી માનસ