વરસાદની ભીનાશ કૂણા ઘાસ પર
આજ મોસમની અસર મારા ઉર પર,
બૂંદની અસર સૂકી માટી પર પસરી ગઈ
આજ યાદોની અસર હ્રદયમાં પસરી ગઈ,
ટપક ટપક પડે છે ટીપા વારંવાર નૈવા પરથી
યાદ કરી રહ્યો છું ‘દોસ્ત' વારંવાર દિલથી,
નથી રહ્યો વરસાદ કોઈ એક માટીનો ભીનાશ,
એકલતામાં ફૂટે છે દોસ્ત તારી યાદોની ભીનાશ.
ઘસાય છે કણ કણ માટીના વહેતા નીરમાં ,
હ્રદયમાં ભરેલ દોસ્તની યાદી વહે છે યાદમાં.
વહેતા નીર મળે છે નદીઓના નદીને,
વહેતી યાદો મળે છે દોસ્તોના દોસ્તને.
જગત આખું તરસી રહ્યું છે તારા નીરથી
‘અજય' તરસી રહ્યો છે તારી યાદોથી.
MISS U DOST.