અંદરની દરેક પરિસ્થીતી ને જાણું છુ,
તારાની જેમ એને નજરો નજર નિહાળું છું,
બહાર થી આવતા અવાજો ને પણ,
સારી રીતે પહેચાનું છું,
ઉંડામા ઉંડી કાળજી રાખું,દુર રાખું,
દિલને મારી જાણ બહાર હું રાખું,
ઉગતા સુયઁની જેમ પુવઁ દિશાના,
કલાકારો ની પણ જાણ હું રાખું,
મથતા હોય કોઈ સત્યનો સાથ પામવા,
તો પશ્ચિમમાં ડુબે નહી એ ધ્યાન પણ હું રાખું.