આજે સવારે એક ગરીબ ના ઝૂંપડા માં પાણી ઘુસી ગયેલું જોયું અને બીજી બાજુ માતા ને ચૂલો ઝૂંપડા પર ચડાવી બાળક ને તેડી ને ચૂલો સળગાવતા જોઇ... અને એક બે લાઈન સ્ફુરી આવી,
રોકે જો વરસાદ તો આ ચૂલો સળગાવું હવે
ક્યારનું ભૂખ્યું છે બાળક જોવાતું નથી હવે
તું ક્યાંથી સમજી શકે એક "માં" ની વેદના
"માં" બની ધરતી પર આવ સમજાવું તને