#બોજો
બોજો
દરેકના મન પર હોય છે.
તેના પ્રકાર હજારો છે.
એમાંથી અડધા બોજા નાહકના હોય છે.
બાકી અડધા વધ્યા, એનાં અડધા હાલની આપણી કેપેસિટી બહારના હોય છે.
હવે જે બોજા વધ્યા, એમાંથી અમુક હાલ પૂરા ન કરી શકીએ તો ચાલે એવા હોય છે.
રસ્તો
1 - સૌથી પહેલા આપણે આપણાં મન પરના બોજાનું વર્ગીકરણ કરવું જરૂરી છે.
2 - બોજાને ક્રમમાં ગોઠવવાનું અત્યંત જરૂરી છે.
ત્યારબાદ એ ક્રમ પ્રમાણે ગોઠવેલા બોજામાં
જેને આપણે પ્રથમ ક્રમ આપ્યો હોય,
તેનાં વિશે
માત્ર વિચારવાનું બંધ કરી, બોજો દુર કરવા કે હળવો કરવાનાં પ્રયાસોમાં લાગી જવું જોઈએ.
સાથે-સાથે એ પ્રયાસોને અંતે જે પરીણામ આવે
તેને હસતા મોઢે એક્ષેપ્ટ કરવા આપણાં મનને તૈયાર કરવું જોઈએ.
તો બોજો નહીં લાગે.
એનાં માટે બોજાને એક બોજો નહીં સમજી
એક ચેલેન્જ, પડકાર કે પરીક્ષા માની,
સમયના બંધનમાં બંધાયા સીવાય, એમા ઉત્તીર્ણ થવાના આપણાથી થતા પ્રયાસો ચાલુ કરી દેવા જોઈએ.
સામાન્ય ઉદાહરણ
પહેલી રીત
બે મહિનાની અંદર મારે મોટુ ફ્રિજ લાવી દેવું છે.
બીજી રીત
જો મેળ પડે તો, બે મહિનામાં ફ્રિજ લઈ લેવું છે.
ત્રીજી રીત
મોટા ફ્રિજનો મેળ નહીં પડે તો નાનું લઈ લઈશ.
ચોથી રીત
નાના ફ્રિજનો પણ મેળ નહીં પડે તો જૂનામાં ફ્રિજ લઈશ.
પાંચમી રીત
અને જો મારે
મોટુ ફ્રિજ જ લેવું હોય તો,
હું બીજા બે મહિના રાહ જોઈશ.