માતા-પિતાને સંતાનનો બોજ નથી લાગતો પણ એજ સંતાન ને પોતાના જનેતા બોજો લાગે છે અને મૂકી દે છે વૃદ્ધાશ્રમમાં.આપણે આપણી સંસ્કૃતિનો ગર્વ લઈએ છીએ તો શું આ જ છે આપણી સંસ્કૃતિ અને આપણા સંસ્કાર??આપણા ગેરવર્તન માટે પણ માતા-પિતા પાસે વિકલ્પ તો ઘણા હતા આપણને ક્યાંક મૂકવા માટે,એ ધારે તો આપણને હૉસ્ટેલ કે બીજે ક્યાંક પણ મૂકી જ શક્યા હોત પણ તેમણે આપણી દરેક ભૂલ માફ કરી, એમણે આપણા વર્તનને પણ સ્વીકારી લીધું તો પછી એજ માતા-પિતા નો આપણને બોજો કેવી રીતે લાગી શકે?આ એજ માતા-પિતા છે જેમણે વારસ આગળ વધે,ઘરનો દરવાજો ખૂલ્લો રહે એ માટે દેવ પાસે દિકરો માંગ્યો અને જ્યારે એજ દિકરાની જરૂર હોય છે માતા-પિતાને વૃદ્ધાવસ્થામાં ત્યારે એમને એમના સંતાનનું વર્તન જોઈ સંતાપ થાય છે, કંઈ કેટલાય સવાલો ઘૂમે છે એમના મનમાં જે કદાચ સંતાન ને નહિ ખબર હોય.જે માતા-પિતા એ સંઘર્ષ કરી બાળક ને પાલવ્યા હોય આખરે તે જ બાળકને કેમ બોજો લાગતો હશે?શું તેમને નહીં ખ્યાલ હોય પોતાના માતા-પિતાના સંઘર્ષ વિશે??
#બોજો