"ખાડા માં વરસાદ પડ્યો ને ખાડા મોટા થયા"
ગામ હોય કે શહેર બધા રસ્તાઓ ડામાડોળ થયા..! ખાડા માં વરસાદ પડ્યો ને ખાડા મોટા થયા..!
ફઇ માસી ના દીકરાએ બનાવ્યા હતા રોડ, એટલે પથ્થર પણ ખોટા થયા..! ખાડા માં વરસાદ પડ્યો ને ખાડા મોટા થયા..!
જે ભર્યા હતા લોકો એ પોતાના પૈસાના ટેક્સ એ આ રસ્તા માં ધોવાય ગયા..! ખાડા માં વરસાદ પડ્યો ને ખાડા મોટા થયા..!
ડામર હોય કે સિમેન્ટ ફઇ અને માસીના દીકરાઓ એ પણ ચાવી ગયા..! ખાડા માં વરસાદ પડ્યો ને ખાડા મોટા થયા..!
હોય ભાજપ કે કોંગ્રેસ બધે ફઇ માસીના દીકરાઓ ફાવી ગયા..! ખાડા માં વરસાદ પડ્યો ને ખાડા મોટા થયા..!
ધારાસભ્યો હોય કે હોય પાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર થી માંડી ને બધા સભ્યો ખોટા સાબિત થયા.. ખાડા માં વરસાદ પડ્યો ને ખાડા મોટા થયા..!
નેતાઓ ની આગળ પાછળ ફરનારાઓ.. ઘરમાં પુરાય ગયા, કહે "સ્વયમભુ" આ બે મોઢાળી દુનિયા માં..મોઢા બંધ કરીને બધા સૂઈ ગયા..!! ખાડા માં વરસાદ પડ્યો ને ખાડા મોટા થયા..! અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"