સ્ત્રી શક્તિ...
આદિ શંકરાચાર્ય અને મંડન મિશ્રા ની પ્રખ્યાત વાર્તા..
એકવાર શંકરાચાર્ય પોતાના તત્વજ્ઞાન દ્વારા ઘણા જ્ઞાની ઓને હરાવ્યા બાદ મહિષ્મતી ( મધ્ય પ્રદેશ) પહોંચ્યા ત્યાં તેમને પ્રખ્યાત તત્વવેત્તા મંડન મિશ્રા ની જાણકારી મળી અને તેમને શાસ્ત્રાર્થ માં હરાવા લાગ્યા પણ મિશ્રા ની પત્ની ભારતી એ વચ્ચે જ કહ્યું કે તમે તો જાણો જ છો કે સ્ત્રી પુરુષ નું અડધું અંગ હોય છે માટે તમારે મને પણ તક આપવી જોઈએ તો શંકરાચાર્ય માની ગયા.
ભારતી એ પહેલો સવાલ કર્યો કે પતિ પત્ની એકસાથે સંસાર માં રહીને પરમ તત્વ ને કેમ આત્મસાત કરી શકે છે.
શંકરાચાર્ય ગંભીર હાલતમાં આવી ગયા કારણ કે એ તો બ્રહ્મચર્ય વ્રત પાળતા હતા માટે ભારતી ને લાગ્યું કે શંકરાચાર્ય ને સમય આપવો જોઈએ. તેના બાદ શંકરાચાર્ય એક રાજા ના શરીર માં પોતાની આત્મા મોકલીને સતત છ મહિના સંસાર ભોગવ્યો અને ત્યાર બાદ ભારતી ને હરાવી ને બંને ને તેમના શિષ્ય બનાવી લીધા.