શુકન- અપશુકનનો વિષય દ્વિધાપૂર્ણ છે.નાનપણથી અમુક માન્યતાઓ મનમાં ઠસી ગઈ હોય તેને કાઢવી મુશ્કેલ છે અને એ માન્યતાઓને સમર્થન મળે એવા પ્રસંગો પણ વખતોવખત બન્યા હોય તો તો એ માન્યતાઓનો પાયો પાકો થઈ જાય છે.બનવાકાળ બધું બનતું હોય છે પણ
એનું અર્થઘટન વ્યક્તિગત હોઇ શકે. અંગોનું ફરકવું, અમુક પ્રાણી,પક્ષીઓનુ અમુક સમયે વિશિષ્ટ અવાજ કાઢવા કે સામે આવવું એ ભાવિમાં બનનારી ઘટનાનો નિર્દેશ કરતાં હોય છે.પણ આવી જાણકારી હોય જેને હોય તેને જ અસર થાય છે. બાકી બીજા ને એ વહેમ જ
જ જણાય.
વિધવા સ્ત્રીનેઅપશુકનિયાળ ગણવી, નિર્દોષ,અસહાય સ્ત્રી ને ડાકણ ઠરાવવી વગેરે તો ઘૃણાસ્પદ છે.
મોટે ભાગે આવા કુરિવાજોનો, કુતર્કો ના ભોગ સ્ત્રીઓ જ કેમ બને છે?
#અપશુકનિયાળ