ગેરસમજ એ આગની આગાહી જેવી હોય.
શિયાળવૃત્તિ ધરાવતી વિકૃતવાયડી વ્યક્તિ તેને હવા આપી,
અફવાનો દાવાનળ બનાવે.
છેવટે સમૂહ, સમાજ કે આખો દેશ ભોગવે.
સમાજ માટે આનાથી હીન વસ્તુ અને વ્યક્તિ બીજી કોઈ ન હોઈ શકે !
સમાજનાં એક જાગૃત પ્રાણી તરીકે આ પ્રાણીસંગ્રહાલયની સુરક્ષા હેતુ, આવા શિયાળનો શિકાર કરવો જ રહ્યો.
ચેતતો નર અને માદા સદા સુખી...!
- પંકિલ દેસાઈ