મનુષ્યે ઘણું એવુ અપ્રચલિત કરી દીધું છે જેને કદાચ પાછું ન લાવી શકાય પરંતુ આજ ના કળયુગ માં આ મનુષ્ય ને જેની અત્યંત જરૂર છે કે જેથી તેના મન માં શાંતિ અને હ્ર્દય માં પ્રેમ વસે; તે છે ' હાલરડું '.
આજ ના સમય માં સંતાન ના જન્મ ની સાથે જ બાળક પહેલો શબ્દ ' મા ' અથવા ' પા ' જરૂર બોલશે પરંતુ તેના કર્ણ માં નવા અત્યાધુનિક સંગીતો અને હાથમાં અત્યાધુનિક સાધનો જોવા મળે છે.
મને હજી પણ યાદ છે કે હું નાનો હતો ને ત્યારે મારા નાનીમા મને એમના ખોળા માં માથું રખાવીને હાલરડું ગાતા અને હું એકદમ થી સૂઈ જતો. નાનીમા શું ગાતા અને એનો મતલબ શું હતો મને કઈ ખબર ન્હોતી પણ તે સાંભળી જે શાંતિ ની અનુભૂતિ મળતી એ આજ ના સંગીત થી પણ નથી મળતી.
નાનીમા કહેતા કે જ્યારે તેઓ નાના હતા ત્યારે તેમના ગામ ની સ્ત્રી સંતાન ને પારણાં માં સુવડાવી ને જે રીતે હાલરડાં ગાતી કે આખું વાતાવરણ જાણે ભક્તિ માં લીન થયું ગયું હોય અને ચારેકોર શાંતિ ની અનુભૂતિ લાગે. હાલરડાં ના સંગીત ની એ શક્તિ હતી કે જેનાથી આપણા દેશ માં મહાન મહાન શૂરવીરો અને સાહસિક સ્ત્રીઓ ક્યારેય પોતાના આપણાં દેશ ની સંસ્કૃતિ ને ભૂલ્યા નહિ અને દુનિયા માં પ્રચલિત થયા.
તો હજી પણ સમય છે. હાલરડાં ને અપ્રચલિત થતાં રોકવા માટે નહિતર સંતાન નો પહેલો શબ્દ ' મા ' અને ' પા ' જ હોય છે એ પણ અપ્રચલિત થઈ જશે.
#અપ્રચલિત