Gujarati Quote in Poem by Urvashi Trivedi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સોનેરી સવારના કિરણો પ્રભાતના,
અંધારાને ઓગાળીને પ્રસરાવતા,
વાદળોમાંથી માર્ગ કરી ધરા પર પથરાતા,
જાણે લીલી ચુંદડી ઓઢીલી ધરા,
સોનેરી પાલવ ઓઢી નવોઢા બની,
અસ્પષ્ટ સ્વપ્નની દુનિયામાંથી,
આળસ મરડીને બેઠી થઈ છે.

સોનેરી સવારના કિરણો પથરાતા,
રાત્રિના અસ્પષ્ટ અંધકારના ઓળા માં,
પોઢેલા જીવો જાગૃત થાય છે,
ઝાકળ બિંદુઓ ના મોતી પર્ણો પર પથરાય છે,
વન ઉપવનના વૃક્ષો ને લતાઓ મંદ ગતિએ લહેરાય છે.
વિહરતા પક્ષીઓનો મધુર કલરવ સંભળાય છે,
નદીનાળા ના જળમાં સોનવર્ણી લાલાશ પથરાય છે.

સોનેરી સવાર ની આશ માં મનુષ્ય,
જીવનની કપરી ક્ષણો પસાર કરે છે,
સતત પુરુષાર્થ કરી સફળતા મેળવવા,
અસ્પષ્ટ ભવિષ્યના ઓરતા પાછળ દોડતાં,
હરએક ઢળતી સાંજે સૂરજની સાથે,
જિંદગીની સંધ્યા પણ ઢળતી જાય છે.

#અસ્પષ્ટ

Gujarati Poem by Urvashi Trivedi : 111551551
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now