એક સાહેબ બેંકમાં ખાતું ખોલવા ગયા. જ્યાં તેને ફોર્મ પર સહી કરવાની હતી, ત્યાં લખ્યું હતું -
*"નમૂનાની સહી".*
સાહેબે આ અંગે વાંધો ઉઠાવ્યો અને બદનામી માટે બેંક પર દાવો કરવાની ધમકી પણ આપી. જ્યારે આ મામલો મેનેજર સમજી ગયો, ત્યારે બેંકે તેમની પાસે માફી પણ માંગી, તેમની ભૂલ સુધારી અને તે ફોર્મ પર લખ્યું ...
*"સહીનો નમૂનો".*
શબ્દો નો ક્રમ બદલાય તો અર્થ નો અનર્થ થઈ જાય