નામ, હવે દીધું !!!
એક પતંગિયાએ,
આવીને, એલાન કીધું,
“ફલાવરપોટ” ને ઉપવન
નામ, હવે દીધું!
સુગંધ ને બદલીને,
“પરફયુમ” કીધું,
ને મધમાખીએ “હની” ને
વહાલ કીધું!
ગુલાબે પાંખડીઓને,
ગુલકંદ કીધું,
ને ઘરને “ટાઉનહાઉસ”
નામ, હવે દીધું!
ખો ખો ને કબડડી ને,
રામ રામ કીધું,
“ટ્રેડમિલ”ને ફિટનેસ,
નામ, હવે દીધું!
“શેકહેન્ડ”ને બદલે,
નમસ્કાર કીધું,
મેળાપને “સોશ્યલ ડિસ્ટન્ટીગ”,
નામ, હવે દીધું!!!
Neha Desai, USA