"તારો જીવન પ્રત્યેનો પ્રેમ અને અભિગમ અમારા માટે પ્રેરણા છે", "કોઈ પણ પરિસ્થિતિ સામે લડી ને અડીખમ કેમ ઉભા રેહવું એ તો અમે તને જ જોઈને શીખીયે છે" આવું તો કેટલું ય સીમા ને કહેવા માં આવતું તેના મિત્રો દ્વારા અને તે કાયમ જવાબ આપતી કે " આપણે સાથે હોઈએ ત્યારે મુસીબત નું શુ ગજું છે?" અને મુસીબતો ના મોઢા પર જ હસી નાખતી... નાની મોટી તકલીફો તો દરેક ના જીવન મા આવેજ, પણ નાસીપાસ ના થાય તે વીર કારણ કે આ પણ તો વીતી જવાનું છે - આ ફિલસુફી નાનપણ થી પપ્પા પાસે શીખી હતી. અને સાચે જ પપ્પા જ તો હતા તેનું પાવર હાઉસ.
પણ લગ્ન પછી પુત્ર નું આગમન થયુ એના બે જ વર્ષ માં વિદેશ સ્થાયી થવાનું નક્કી કર્યું. નવા દેશ માં મમ્મી પપ્પા થી દૂર આવીને થોડી મૂંઝાઈ તો ખરી પણ નોકરી મળવા માં જ્યારે સમય ધારણા કરતા વધારે લાગ્યો ત્યારે મૂંઝારો વધીને તેના મન પર હાવી થવા લાગ્યો. તે નાસીપાસ થવા લાગી. એક દિવસ તો પુત્ર ની સામે જ રડી પડી.. નાનકડો પુત્ર તેને વળગી ને #આસ્પષ્ટ શબ્દો બોલતો હતો જે તેની મા સમઝી શકી .. " આપણે સાથે હોઈએ ત્યારે મુસીબત નું શુ ગજું છે".. તેને લેપ ટોપ ખોલ્યું, સ્ક્રીન સેવર પર પપ્પા ના ફોટો સામે થોડી મિનીટ જોઈ રહી અને હિંમત ભેર ફરી નોકરી માટે ની શોધ આદરી. મન માં વિચાર રમી રહ્યો કે આ પણ તો વીતી જ જવાનું છે.
#અસ્પષ્ટ