તમે યાદ આવો છો
આ ઉગતા સૂરજ માં અને
આ ઢળતી સાંજ માં પણ
આ રાતની ચાંદની માં અને
આ તારાની ચમક માં પણ
આ ફૂલોની સુગંધ માં અને
ભમરાઓ ના ગુંજન માં પણ
ઉનાળાની તપતી ગરમી માં અને
વરસતા વરસાદ માં પણ
શિયાળાની કડકડતી ઠંડી માં અને
એ કમોસમી વરસાદ માં પણ
જીવનના દરેક સુખ -દુઃખ માં અને
જીવનની વીતતી દરેક ક્ષણ માં પણ
લાગણીઓ ના અહેસાસો માં અને
વહેતા દરેક શ્વાસ માં પણ
તમે યાદ આવો છો
તમે જ યાદ આવો છો
હેતલ. જોષી... રાજકોટ