વિશિષ્ટતા નો પયાઁય મળ્યો,મહાનતાનો અધ્યાય મળ્યો,
જોયું મે મુખડું મારી મા નું ને પ્રભુ નો અણસાર મળ્યો,
મહેનત ની પરાકાષ્ઠા અને સ્વમાનતાનો સાક્ષાત દાખલો મળ્યો,
અંધકાર ને સોનાના સુરજમાં ફેરવ્યો,
કોરી ધાકોર જમીનને મધમધતા બાગમાં ફેરવ્યો,
જીવનમાં આવેલી દરેક કઠીન યાત્રામાં અનેરો સંઘષઁ કયોઁ,
વડીલોની આંતરડી ને ટાઢક નો કુંડ કયોઁ,
પ્રભુ આ તે કેવી સૃષ્ટીનું સજઁન કયુઁ,
જેના દરેક ખુણામાં માતૃત્વ રુપે તુંજ મળ્યો
#વિશિષ્ટ