Gujarati Quote in Motivational by Falguni Maurya Desai _જીંદગી_

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

'લોકો શુ કહેશે'?
એ કાપવા એવી એક કરવત જોઈએ
' ખુદ ' થી નીકળવા પણ હિમંત જોઈએ

એમ જ નથી થઈ જવાતુ વહેતી નદી
રસ્તામા ચીરવા પરવત જોઈએ
'ખુદ ' થી નીકળવા પણ હિમંત જોઈએ

અમસ્તા જ નથી થયા મહાન સૈનિકો
દિલમા માતૃભૂમિ પ્રત્યે શહાદત જોઈએ
' ખુદ ' થી નીકળવા પણ હિમંત જોઈએ

કયાં કહે છે જોઈએ રાજ- રજવાડાં
ક્યાં કહે છે કોઈ સલ્તનત જોઈએ
આશિકો ને જીવવા બસ મોહબ્બત જોઈએ
' ખુદ ' થી નીકળવા પણ હિમંત જોઈએ

નથી માંગતી એ કદી ચાંદ-તારા
ક્યાં કહે છે તમને કે જન્નત જોઈએ
સાચી સ્ત્રી ને તો બસ પ્રેમ અને ઈજ્જત જોઈએ
' ખુદ ' થી નીકળવા પણ હિમંત જોઈએ

મનુષ્ય એ ખૂદ ને બાંધી રાખ્યો છે
' લોકો શુ કહેશે?' ની બેડીઓ માં
અે તોડવા આત્મવિશ્વાસ તણી રીશ્વત જોઈએ
' ખુદ ' થી નીકળવા પણ હિમંત જોઈએ


- ફાલ્ગુની મૌયૅ દેસાઈ

Gujarati Motivational by Falguni Maurya Desai _જીંદગી_ : 111550511
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now