#વિશિષ્ટ
નારી તું વિશિષ્ટ કહેવાણી,
સંબંધો બધા જ નિભાવી ,
જ્યારે
તું મા.....કહેવાણી,
વિશિષ્ટતા મા પણ વિશિષટ કહેવાણી,
હેત થી ભરેલું હૈયું તારું ,
અમી ભરેલી આંખ તારી,
હોઠો મા હાલરડા ની માળ,
ના મળે કોઈમા આવી વિશિષ્ટ વાણી,
શિશુ મા તારા ભગવાન ને ભાળી,
કરે રાત દિવસ સેવા ઘણી,
મા.... તારા તેાલે કોઈ ન આવે,
મા...... તું વિશિષ્ટ કહેવાણી.
દેખી
મુંજ ને દુખી ,હૈયું રડે તારું
જો ખુશ મા હોવ તો ,
આંખોમાંથી વરસે પાણી ,ખુશી ના,
સદા આશીઁવાદ ના ઓવારણા લેતી
મા...., મારી વિશિષ્ટ કહેવાણી.