આવી પહોંચે જ્યાં રવિવાર,
યાદ આવે છે બધા એ યાર!
દોસ્તી બધા દુઃખ-દર્દ ભુલાવે,
દોસ્તોનો પ્યાર એ જીવન સાર!
મિત્રોની મહેફિલ હોય મજાની,
વાતો રહી જાય બધી યાદગાર!
હવે વાત થાય છે ઓનલાઇન,
રૂબરૂ મળવાને હજુ છે વાર!
કોરોનામાં રહીએ સૌ હોશિયાર,
એને પ્રવેશવા ના આપીએ અવસર!
-રાકેશ ઠક્કર