" સગા તે સગા", " જમણો હાથ તો મોઢા તરફ જ વળે", " વખત પડે પોતાના જ કામ આવે" .. આવું તો કેટલુંય સાંભળીને મોટી થયેલી નીરજા જ્યારે પોતાનું ક્ષિતિજ માપવા ઘર થી દૂર એક અનાથ આશ્રમ માં સેવા આપવા ગઇ ત્યારે જ ત્યાંના બાળકો નો એક બીજા પ્રત્યે પ્રેમ જોઈને તેને ખરેખર સગાવાદ ની પરીભાષા સમઝાઈ.
#સગાવાદ