#સાત_પગલા_આકાશમાં #કુન્દનિકા_કાપડિયા #પુસ્તકસમીક્ષા
એક એવી નવલકથા જે સ્ત્રીના જીવનના અંધારાને દર્શાવે છે એ અંધારામાંથી બહાર કેમ નિકળવું એ દર્શાવે છે.
સ્ત્રી જીવનની વાસ્તવિકતા દર્શાવતી આ નવલકથા 1984માં Navbharat Sahitya Mandir દ્વારા પ્રકાશિત કરવામાં આવી છે કુન્દનિકા કાપડિયા દ્વારા લખાયેલી નવલકથા ખુબ જ સરસ છે.
આ પુરૂષપ્રધાન સમાજમાં સ્ત્રીના અસ્તિત્વનું કોઇ મહત્ત્વ નથી પણ જરૂરિયાત જરૂર છે. એ સમાજ જે સ્ત્રી સાથે હંમેશા અત્યાચાર કરતો આવ્યો છે. એક પુરુષ પિતા, પતિ, પ્રેમી કે ભાઈ ના નામ સંબંધની આડમાં અત્યાચાર કરતો આવ્યો છે. તો એક સ્ત્રી સાસુ, માં અને બીજી સ્ત્રી બનીને એક સ્ત્રી થઈને એક સ્ત્રી પર અત્યાચાર કરતી એવી છે. કેમ કે સ્ત્રી અત્યાચાર સહન કરતી આવી છે એટલે એના પર અત્યાચાર થાય છે.
હંમેશા બીજા માટે જીવન જીવતી સ્ત્રી પોતાનું સ્થાન ઘર ના રસોડાના એક ખૂણામાં માને છે. ઘર સંભાળવું ઘરના લોકોની જરૂરિયાત મુજબ એમનો સમય અને એમની જરૂરિયાત નું ધ્યાન રાખવું એ જ એનું કામ અને ધર્મ સમજે છે.
સમાજમાં સ્ત્રીનું અસ્તિત્વ એના શરીર થી હોય છે. જેના પર અત્યાચાર થાય અને એનું સ્ત્રી તરીકે નું અસ્તિત્વ રોળાઈ જાય છે. સ્ત્રીનું અસ્તિત્વ એના શરીર કરતા એની અંદર રહેલી શક્તિ માં રહેલું છે એક એવી શક્તિ જેનું માપ મનુષ્ય તો શું ખુદ ઈશ્વર પણ કરી શકે તેમ નથી. આ વાત જ્યારે એક સ્ત્રી સમજી શકશે ને ત્યારે પુરુષપ્રધાન માં પોતાનું અસ્તિત્વ અને સમાનતા ઝંખતી સ્ત્રીને પોતાનું એક અલગ અસ્તિત્વ મળી રહેશે.
આ માટે સ્ત્રીઓએ પોતાની ઇચ્છાઓ, સપનાઓ, પસંદ-નાપસંદને ઓળખી, એ ઈચ્છાઓને વ્યક્ત કરતા અને ખુદ માટે જીવન જીવતા શીખવું પડશે.
આ નવલકથામાં વસુધા, એના, વાસંતી, લલિતા, ઈશા, સ્વરૂપ, આભા-ગજેન્દ્ર, આદિત્ય એવા ઘણા પાત્રોની એવી સરસ વાત કરવામાં આવી છે કે વાંચવા ની ખુબ મજા આવે.
આ નવલકથાની પ્રસ્તાવનામાં લેખિકા દ્વારા એક સરસ વાત કહેવામાં આવી છે જે હું એમના જ શબ્દો અહીં રજૂ કરું છું ' છોકરી પોતાના ભવિષ્યનો પોતે નિર્ણય ભાગ્યે જ કરે છે. આ નવલકથા લખતાં _ 1983માં _ મેં ઘણી કોલેજ કન્યાઓ, કામ કરતી છોકરીઓ, કલા-પ્રવૃત્તિ કરતી તરુણીઓને પૂછેલું : 'લગ્ન પછી તમે તમારું કામ ચાલુ રાખશો ?' એક-બે આપવા સિવાય બધી છોકરીઓ એ કહેલું : ' ઘર કેવું મળે એ ઉપર આધાર.''
ખુબ સરસ નવલકથા છે. એક વાર જરૂર વાંચજો.
- સોનલ પટેલ