સાસુ માં ને આદરાંજલિ
_________________
કેસર - ફૂલ નો થાળ લઈ અમે પ્રભુ ની પૂજા માટે ઊભા હતા,
લાઈન માં નંબર આવ્યો ત્યારે હૃદય - મન પ્રભુ નાં ચરણ મા ઝૂક્યા હતા.
તમે પલ ભર પણ નાં અમારે માટે રોકાયા હતા,છેલ્લા શ્વાસ બધા પ્રભુ નાં ચરણ માં મૂક્યા હતા.
કદાચ આ દેરાસરો તમારે માટે નાના હતા એટલે જ સવત્સરી માટે પ્રભુ પાસે ચાલ્યા ગયા હતા.
પાપ જીંદગી ભર કાપ્યા હતા અને પુણ્ય ને સાથે લઈ ગયા હતા,
ઉપધાન,તપસ્યા ની હું શું વાત કરૂ ?,તમે તો ધર્મ ને વાવતા હતા.
ધાર્મિક, મીઠા - મધુર સ્વભાવ સાથે જીંદગી નો ભાર ઉપાડતા હતા,
હરેક ફરજ જીવન ની હસતા હસતા નિભાવતા હતા.
જીવન ની સુવાસ એમની, એ જીંદગી માં બતાવી ગયા .
મઘમઘતી સુગંધ એમની ,અમારા હ્રુદય માં ફેલાવી ગયા.